Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

આપણા હાથમાં તેમનું અસ્તિત્વ : આંતરરાષ્ટ્રીય ટાઇગર દિવસ

દુનિયાભરની વાઘની વસ્તી (૩૯૦૦) સામે એક માત્ર ભારતમાં જ ૨૯૬૭ વાઘ !!

રાજકોટ : આજે આંતરરાષ્ટ્રીય ટાઇગર દિવસ છે. 'આપણા હાથમાં તેમનું અસ્તિત્વ' એ આજના દિવસનો વિષય છે. વાઘ (ટાઇગર)ના સરક્ષણ માટે આજે તા. ૨૯મીના આંતરરાષ્ટ્રીય ટાઇગર દિવસ મનાવવામાં આવે છે. છેલ્લા ૧૫૦ વર્ષમાં દુનિયાએ વાઘની ૯૫% વસ્તી ગુમાવી દીધી છે.

વાઘના આડેધડ શિકાર અને તેમના રહેણાંક ક્ષેત્રોમાં થઇ રહેલા ઘટાડાને કારણે દુનિયામાં હવે માત્ર ૩૯૦૦ જેટલા જ વાઘ બચ્યા છે. ૧૩ દેશોમાં વાઘની હયાતીનો આ આંકડો ખૂબ જ તુચ્છ જણાઇ રહ્યો છે.  વાઘનું અસ્તિત્વ ધરાવતા દેશો પૈકી આપણુ ભારત તેમના માટે સલામત તરીકે ઉભર્યુ છે. ૨૦૦૬માં વાઘની વસ્તી ભારતમાં ૧૪૧૧થી વધીને ૨૯૬૭ છેલ્લી ગણત્રી (૨૦૧૯) મુજબ નોંધાઇ છે. તેમ છતાં વાઘની સલામતી માટે આપણે વધુને વધુ કડક અને અસરકારક કાયદાનું અમલીકરણ કરાવવું પડશે અને પગલા લેવા પડશે. (૨૧.૪૩)

રણથંભોરના જંગલમાં લટાર મારી રહેલા વાઘની બિનધાસ્ત તસ્વીર જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડયાએ ઝડપેલી છે

(3:34 pm IST)