Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ગો કોરોના... આ વર્ષે 'ગણેશોત્સવ' ઉજવાશે ગણેશ મંડળોમાં થનગનાટ

ગત વર્ષે માત્ર બે ફૂટ બાદ આ વર્ષે ૪ ફૂટની શ્રીજી પ્રતિમાને મંજૂરી અપાઇ : તૈયારી માટે ૪૪ દિવસ મળશે, માટીની પ્રતિમા લાવવા અગ્રણીઓની અપીલ

રાજકોટ, તા.૨૯: લોકોના માનીતા ગણેશોત્સવ પર્વની ઉજવણીને લઇને છેલ્લા કેટલાક દિવસોથી તર્કવિતર્કનો દૌર જોવા મળી રહ્યો હતો. સમગ્ર પ્રકરણમાં રાજય સરકારે ૪ ફૂટની શ્રીજી પ્રતિમાને મંજૂરી આપી દેતા શહેરના ગણેશ મંડળો, હજારો ભકતોમાં થનગનાટ જોવા મળ્યો હતો.

કૌરોનાની પ્રથમ લ્હેર વેળાએ ગત વર્ષે રાજય સરકારે ગણેશોત્સવના જાહેર કાર્યક્રમો રદ્ કરવાની સાથે જ માત્ર ર ફૂટની શ્રીજી પ્રતિમાની સ્થાપનાને મંજૂરી આપી હતી. જાહેર મંડપો પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. આ સ્થિતિમાં આ વર્ષે ૧૦ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી હોય ગણેશોત્સવમાં છૂટછાટ મળશે કે કેમ એ અંગે પ્રશ્રો જોવા મળ્યા હતા. કોરોનાની ત્રીજી લ્હેરની દહેશત વચ્ચે શહેરના મૂર્તિકારોએ હાલમાં શ્રીજીની મોટી પ્રતિમાઓ બનાવવાની શરૂઆત પણ કરી ન હતી. એવામાં બુધવારે રાજય સરકારે ૪ ફૂટતી પ્રતિમાની સ્થાપના, અન્ય કેટલીક છૂટછાટ સાથે ગણેશોત્સવ ઉજવણીને મંજૂરી આપી દીધી હોય ગણેશ મંડળો, ભકતોમાં હલચલ જોવા મળી રહી છે. જે પૈકી ૪ ફૂટના શ્રીજીની સ્થાપનાને મંજૂરી આપતા મંડળો તૈયારીઓ શરૂ કરશે એવું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુએ ઘરમાં પ્રતિમાની સ્થાપના માટે પણ હજારો પરિવારો આગળ આવશે. સમગ્ર બાબતમાં શહેરમાં આ વર્ષે ૧૫ હજાર શ્રીજી પ્રતિમાની સ્થાપનાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

(2:58 pm IST)