Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ : છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે

દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે ફૂકાતો પવન

અમદાવાદ :  હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેશે પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. છેલ્લા બે દિવસથી પવનની ગતિમાં જોરદાર વધારો થયો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે અને અમુક તબક્કે તેની ગતિ 60 કિલો મીટર સુધી વધી રહી છે

 રાજ્યના અન્ય વિસ્તારોમાં સરેરાશ 35 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે આકાશમાં ભેજવાળા વાદળો હોવાના કારણે અને પવનની ગતિ વધી જતા લોકોને ગરમીમાં પ્રમાણમાં રાહત મળી છે.

(10:17 am IST)