Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઘાંટોલી ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રક પલટી ખવડાવી નુકસાન કરનાર ચાલક સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ઘાંટોલી ગામના બસ સ્ટેન્ડ નજીક એક પુરપાટ જતી ટ્રક પલટી ખવડાવી અંદર ભરેલા સામાન ને નુકસાન કરનાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
 પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઘાંટોલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી તા.24 જુલાઇ ની સવારે પસાર થતી ટ્રક નં.AP-04Y-9666 લઈ જઈ રહેલા ચાલક રાજા વેંકટેશ અચ્છીગારી, રહે-(આંધ્રપ્રદેશ) નાએ ટ્રક પુરઝડપે હંકારી લાવી ટ્રકને પલ્ટી ખવડાવી ટ્રકને તથા ટ્રકમાં ભરેલા એમેરોન કંપનીની ફોર વ્હીલર તથા ટુ વ્હીલર વાહનોની બેટરીઓ ને નુકશાન કરી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:18 pm IST)