Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજ્ય કક્ષાની 15 ઓગસ્ટની ગાંધીનગરમાં ઉજવણી : જિલ્લાઓના ધ્વજવંદન કાર્યક્રમની સત્તાવાર જાહેરાત

ખેડામાં વિધાસનભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી,મહેસાણામાં નીતિનભાઈ પટેલ,જામનગરમાં આર,સી,ફળદુ,અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા,રાજકોટમાં જયેશભાઇ રાદડિયા ઘ્વજવંદન કરશે

અમદાવાદ : ગુજરાતની 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે થશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં ધ્વજ વંદન મુખ્યમંત્રીના હસ્તે સવારે 9 કલાકે થશે

 . આ જ રીતે અલગ અલગ જિલ્લામાં પણ 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. કયા જિલ્લામાં કયા મંત્રી ધ્વજવંદન કાર્યક્રમ કરશે તેની યાદી જાહેર કરાયેલ યાદી આ મુજબ છે

વિધાનસભા સ્પીકર રાજેન્દ્રભાઈ ત્રિવેદી - ખેડા
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ - મહેસાણા
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા - સાબરકાંઠા
મંત્રી આર સી ફડદુ - જામનગર
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા - અમદાવાદ
મંત્રી કોશિકભાઈ પટેલ - આણંદ
મંત્રી સૌરભભાઈ પટેલ - બોટાદ
મંત્રી ગણપત વસાવા - સુરત
જયેશભાઈ રાદડિયા - રાજકોટ
દિલીપકુમાર ઠાકોર - પાટણ
ઈશ્વરભાઈ પરમાર - તાપી
કુંવરજીભાઈ બાવળિયા - સુરેન્દ્રનગર
જવાહરભાઈ ચાવડા - જૂનાગઢ
બચુભાઈ ખાબડ - દાહોદ
જયદ્રથસિંહ પરમાર - પંચમહાલ
ઈશ્વરભાઈ પટેલ - ભરુચ
વાસણભાઈ આહિર - કચ્છ
વિભાવરી બેન દવે - ભાવનગર
રમણલાલ પાટકર - વલસાડ
કિશોરભાઈ કાનાણી - નવસારી
યોગેશભાઈ પટેલ - વડોદરા
ધર્મેન્દ્રસિંહ જાડેજા - અમરેલી
આ સિવાય બનાસકાંઠા, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, છોટા ઉદેપુર, મહિસાગર, નર્મદા અને ડાંગ ખાતે જિલ્લા કલેક્ટર ધ્વજ વંદન કરશે.

 
(8:37 pm IST)