Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

અનુપમસિંહ ગેહલોતને 'ડીજીપી પ્રસંશા' એવોર્ડથી નવાજાયાઃ પ્રસંશકો ખુશખુશાલ

વડોદરા પોલીસ કમિશ્નરની પ્રસંશનીય કામગીરીની નોંધ ગાંધીનગર સુધી લેવાઇ

રાજકોટ, તા., ૨૯: ગુજરાતમાં સૌ પ્રથમ વખત શરૂ થયેલ ડીજીપી પ્રસંશા એવોર્ડની શ્રેણીમાં પ્રથમ તબક્કે જ જે આઇપીએસ અધિકારીઓની આ એવોર્ડ માટે પસંદગી થઇ તેમાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની પસંદગી કરી તેઓને ડીજીપી પ્રસંશા એવોર્ડથી વિભુષીત કરાતા તેઓના વિશાળ શુભેચ્છકો-મિત્રો સાથી અધિકારીઓ તથા પોલીસ સ્ટાફમાં ભારે હર્ષની લાગણી સાથે તેઓ પર સતત અભિનંદન વરસી રહયા છે.

કોવીડ-૧૯ ની કામગીરી હોય કે પછી  સહકારી બેંકના એફડી કૌભાંડ કે પછી ઓઇલ એન્જીનની બનાવટી ફેકટરી તેઓએ જાતે ત્વરીત કાર્યવાહી કરાવી પર્દાફાશ કરેલ જેની નોંધ ગાંધીનગર સુધી લેવાઇ હતી.

સ્ટાફનું મનોબળ વધારવા માટે તેઓ કોમી તોફાનો માટે કુવિખ્યાત એવા સંવેદનશીલ વિસ્તારોમાં કમાન્ડો વગર બાઇક પર એકલા નિકળવા સાથે તાજેતરમાં તેમના સ્ટાફને પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓ કોરોન્ટાઇન થવાના બદલે સતત ફરજ પર  હાજર રહયા તે તમામ બાબતોની નોંધ લેવાઇ છે. રાજય સરકારની વિવિધ નીતીઓના પાલન માટે પણ તેઓ ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી ડો. વિનોદ રાવ, કલેકટર શાલીની અગ્રવાલ તથા મ્યુનિસીપલ કમિશ્નર નલીન ઉપાધ્યાય સાથે સતત સંકલન જાળવી કાર્ય કરી રહયા છે.

(12:07 pm IST)