Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રથયાત્રા પૂર્વે ચેકીંગમાં નીકળેલી રાજપીપળા પોલીસને હ્યુન્ડાઈ ફોર વ્હીલ ગાડીમાથી દારૂનો હોલ મળતા 4 સામે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નર્મદા પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે ચેકીંગ માં લાગી છે જેમાં રાજપીપળા પોલીસ વાવડી ગામની આગળ પેટ્રોલિંગ માં હતી ત્યારે ફોર વ્હીલ ગાડી માથી એક દારૂની બોટલ મળતા ચાર સામે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસ નાં માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે વાવડી ગામની આગળ જતા યુનિટી હોટલ પાસે એક હ્યુન્ડાઈ ફોર વ્હીલ ગાડીને અટકાવી તપાસ કરતા અંદર રવિન્દ્રભાઈ બાબુરાવ દેવર(રહે.સલાટવાડા વડોદરા )ચૈતનભાઈ ભીખાભાઈ ગોહિલ ( રહે. સલાટવાડા  કુંભારવાડા,વડોદરા) દિપકભાઈ નંદ રામભાઇ ધોબી( રહે.સલાટવાડા તા.જી. વડોદરા )તથા વિશાલભાઈ દિવાકરાઈ મુખૈર (રહે.ફતેપુરા પોલીસ લાઇન વડોદરા) એ પોતાના કબ્જાની હૂંડાઈ ગાડીની ડિકી માં તપાસ કરતા અંદર અંગ્રેજી દારૂની બોટલ નંગ -૦૧ કિ.રૂ .૫૦૦ - તથા ફોર વ્હીલ ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુબ્બે કિ.રૂ .૪,૦૦,૫૦૦-ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા પોલીસે ચારેય સામે ગુનો દાખલ કર્યો છે

(10:40 pm IST)