Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બિતાડા ગામની પ્રા.શાળામાં એક વર્ષથી બે શીક્ષકો ગેરહાજર : શિક્ષણાધિકારી દ્વારા છૂટા કરવા પ્રક્રિયા હાથ ધરાઈ

શાળા પ્રવેશોત્સવ સમયે જાગૃત ગ્રામજને હિંમતભેર સવાલ કર્યો કે શિક્ષકો ક્યારે આવશે ?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીલા નજીક ઊંડાણના જંગલ વિસ્તારમાં બીતાડા ગામ ની પ્રાથમિક શાળા માં બે શિક્ષકો છેલ્લા એક વર્ષથી શાળામાં હાજર રહેતા નથી તે મામલે એક જાગૃત ગ્રામજને હિંમતભેર પ્રશ્ન ઉઠાવવ્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ગત સપ્તાહ ના છેલ્લા ત્રણ દિવસ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં ગ્રામ્યવિસ્તારની પ્રાથમિક શાળાઓમાં મહાનુભાવોની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમોમાં ગ્રામજનો પણ જોડાયા હતા ત્યારે બીતાડા  ગામની શાળામાં કાર્યક્રમની અધવચ્ચે મોટીભમરી ગામના મહેન્દ્ર વસાવા એ સવાલ ઉઠાવ્યો હતો કે બીતાડા  ગામની શાળા માં બે શિક્ષકો છેલ્લા એક વર્ષ થી આવતા નથી તેનો ખુલાસો પહેલા કરો મહેન્દ્રભાઈ ના આ સવાલ થી સભામાં સોપો પડી ગયો હતો અને સૌ કોઈ તેમની હિંમત ને બિરદાવતા હતા હાજર અધિકારીઓ એ શિક્ષકોની જગ્યા સત્વરે પુરાશે ની ખાતરી આપી હતી આ બનાવ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે બે પૈકી એક શિક્ષક માંદગી ના બહાને હાજર રહેતા નથી અને બીજા સતત ગેર હાજર રહેતા હોવાથી બંને શિક્ષકો ને નોકરીમાંથી કાયમી ધોરણે છુટા કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવીછે જે પૂર્ણ થયે  બંને શિક્ષકો ને છુટા કરાશે અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માં આવી છે લોકચર્ચા છે કે મહેન્દ્ર વસાવા જેવી હિંમત અને જાગૃતિ દરેક નાગરિક બતાવે તો ગામડામાં પાયા ની શિક્ષણ ગુણવત્તામાં માં જરૂર સુધારો થશે.

(10:33 pm IST)