Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કોરોના વળગ્યો :તેમના નિવાસસ્થાને હાલ આઈસોલેશનમાં

કોવિડના હળવા લક્ષણો દેખાતા ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો : તબિયત સ્થિર

અમદાવાદ : રાજયમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને કોવિડના હળવા લક્ષણો દેખાતા  ટેસ્ટ કરાયો હતો જે પોઝિટીવ આવ્યો છે. હાલ તેઓ તેમના નિવાસસ્થાને આઈસોલેશનમાં છે અને તમની હાલ તબિયત સ્થિર છે.જ્યારે આજે યોજાનારી બેઠક રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજરોજ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા થવાની હતી. બેઠકમાં રથયાત્રામાં સુરક્ષા સંબંધિત ચર્ચાઓ આ બેઠકમાં થવાની હતી. જોકે મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત થતા બેઠક રદ કરવામાં આવી છે.

(7:05 pm IST)