Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ મહત્વપૂર્ણ બેઠક

બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એ. ટી.એસ., આઇ.બી. સહિત તમામ એજન્સીના અધિકારીઓ હાજર

રાજકોટ તા.૨૯

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોય, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.

 

ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બનવા ન પામે અને મોટી સંખ્યામાં ભાવિકો નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃરાજ્યમંત્રી સતત સંકલન કરી રહ્યા છે. રાજ્યભરની વ્યવસ્થા અને સુરક્ષા બાબત મુખ્યમંત્રી શ્રી ભુેન્દ્રભાઈ પટેલ દ્વારા યોજાનાર બેઠક અગાઉ ગૃહમંત્રીએ સમીક્ષા કરી સમગ્ર આયોજનની જાણકારી મેળવી હતી.

 

(4:43 pm IST)