Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ વેચાઇ ગઇ !

અમદાવાદઃ ગુજરાતની જાણીતી સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ ચેઇન દ્વારા પોતાનો મોટાભાગનો હિસ્‍સો પ્રાઇવેટ ઇક્‍વિટી ફર્મ એઆરપી વુડ કેપિટલને સારા ભાવથી વેચી દેવામાં આવ્‍યા હોવાનું જોરશોરથી ચર્ચાઇ રહ્યુ છેઃ મલ્‍ટીસિટી સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીધામમાં હોસ્‍પિટલ ધરાવી રહેલ છે. અમદાવાદમાં બે અને વડોદરામાં પણ બે હોસ્‍પિટલનું સંચાલન કરવામાં આવે છેઃ આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી શક્‍યતા છે               (ન્‍યુઝ ફર્સ્‍ટ)

 

(3:31 pm IST)