Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ૪ ભેજાબાજ ઝડપાયા, પ્રાથમિક પૂછપરછમાં ૧૦ગુનાની કબૂલાત

સૌરાષ્ટ્ર, સુરત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વ્યાપારીઓ સાથે ઠગાઈ કરતી ટોળકી અંતે ઍસપી હિતેશ જાયસર, ટીમે ઝડપી લીધી : ખુરશીથી માંડી ફોર વ્હીલ સુધીના વેપારીઓ જાળમાં ફસાયાની રેન્જ વડા રાજકુમાર પાંડિયનને ફરિયાદ થતાં જ તપાસનો ધમધમાટ બોલેલ

રાજકોટ, તા.૨૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અને સુરતના વેપારીઓ ઠગબાજોની જાળમાં ફસાયના ભેજાબાજો દ્વારા પોતાની માયાજાળ સુરત ગ્રામ્યથી વિસ્તારી સમગ્ર દક્ષિણ ગુજરાત સુધી પહોચ્યાની ફરિયાદ સુરત રેન્જ વડા ઍવા અનુભવી આઇપીઍસ સુધી પહોîચતા તેઓ દ્વારા તમામ ઍસપી સાથે વિશેષ જવાબદારી સુરત ગ્રામ્યના ઍસપી કે જેઓ ચોકકસ પ્રકારના ગુનેગારોની મોડેસ ઓપરન્ડીનો અભ્યાસ ધરાવે છે તેમને સુપ્રત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થયો છે, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર ટીમ દ્વારા લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ૪ ભેજાબાજો ઝડપી લેવામાં સફળતા મળી હોવાની બાબતને ઍસપી દ્વારા સમર્થન સાથે પ્રાથમિક તબક્કે૧૦ ગુન્હાની કબૂલાત કરી હોવાનું જણાવ્યું છે.

સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી છતરપિંડી વિશ્વાસઘાત સાથે લૂંટ કરતી ઍક ગેîગ સક્રિય થઈ હતી. આ સંદભૃની માહિતી જિલ્લા પોલીસ વડા હિતેશ જાયસર મળી હતી. જેના આધારે કોસંબા ખાતે ટોળકી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ઠગાઈ તેમજ લૂંટ કરવા આવી રહી હોવાની બાતમીના આધારે કોસંબા પોલીસે ચાર જણને ઝડપી પાડયા હતા. પોલીસ ચારે પાસેથી પ્લાસ્ટીકની ખુરશી ઍક બુસ કંપનીનો ટીવી, લક્ષ કંપનીના ત્રણ ઈલેકટ્રીક સ્કૂટર, પાંચ મોબાઈલ સાથે કુલ રૂપિયા ૫,૧૭,૪૭૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તેમજ સુરત શહેર અંકલેશ્વર ભરૂચ ઝઘડિયા કામરેજ વગેરે મળીને દસ જેટલા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થયું હોવાનું જાણવા મળ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓને વિશ્વાસ ભરોસો આપી અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ઠગાઈ  તેમજ લૂંટ કરતી ઍક ટોળકી સક્રિય થઈ હતી. આ સંદર્ભે દક્ષિણ ગુજરાતના ઍડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને અરજી મળી હતી. આ અરજીની તપાસ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશકુમાર જાયસર સોપોમાં આવી હતી. તેમને પોતાના નેતૃત્વમાં તપાસ ઓલપાડ કોસંબા, કિમ ખાતે કેન્દ્રિત કરી હતી અને વેપારીઓના બતાવ્યા મુજબ ઠગાઈ કરતી ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રવ્યુ તૈયાર કર્યો હતો. આખરે જિલ્લા પોલીસ વડા હિતેશ જાયસર અત્યંત ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે કોસંબા  પોલીસ મથકના પી.આઈ. પી.વી.પટેલ તેમના સ્ટાફને ચોકકસ બાતમીના આધારે કોસંબા રોડ પરી મારૂતિ વેગન આરમાં શિરાજ મુસા સીદાત રહે મસ્જિદ પડયું. કઠોદરા ગામ તા.ઓલપાડ, જી.સુરત, ચેતન ભગુભાઈ ભોકળવા (ભરવાડ), ભરત ગોકુળભાઈ ચોરસા ભરવાડ, સારાભાઈ ઉર્ફે કિશનભાઈ ભોપાભાઈ, મીર ભરવાડને વિશ્વાસઘાત અને ઠગાઈ તેમજ લૂંટ કરતા રંગે હાથે ઝડપી પાડયા હતા. પોલીસો ચાર જણાની પૂછપરછ દરમિયાન તેઓની પાસેથી પ્લાસ્ટીકની ખુરશીના ૨૩, વેગેનાર ગાડી લક્ષ કંપનીના ત્રણ ઈલેકટ્રીક સ્કૂટર, ઍક બુશ કંપનીનું ટીવી, ૫ મોબાઈલ ફોન થતા રોકડા ૫૧૭૪૭૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ચારે જણની પૂછપરછ દરમિયાન જિલ્લા પોલીસે કોસંબા ઓલપાડ કીમ અંકલેશ્વર ભરૂચ, બારડોલી, સુરત પૂર્ણ પોલીસ મથક, ઝઘડિયા, કડોદરા, કામરેજ, પાલેજ મળીને દસ જેટલા ગુના આપ્યા હતા. ચારે જણ ગુનાહિત પ્રવૃત્તિઓમા સંડોવાયેલ હોવાથી રિમાન્ડ પર લેવાયા છે. છેલ્લે મળતા નિર્દેશ મુજબ ડીઝલ પંપ સંચાલકો ભોગ બન્યાની માહિતી આધારે ઍસપી હિતેશ જોયસર દ્વારા તેઓને પણ કોઈ સંકોચ વગર આગળ આવવા નિમંત્રણ આપી બેઠક યોજી છે.

(2:12 pm IST)