Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રથયાત્રા, અમદાવાદમાં મહા યુધ્‍ધના મોરચા જેવો માહોલ

અલકાયદા અંગે આઈબી ઈનપુટ બાદ હવે નુપુરના સમર્થન કરનારની રાજસ્‍થાનમાં હત્‍યા બાદ સ્‍ટેટ આઈબી હાઈ એલર્ટ પર : ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું બોલીવુડ હીરો જેવું રથયાત્રા રૂટ પર કબૂતર ઉડાડી સાલ ઓઢાડી સન્‍માન, લોકોનો જનસેલાબ ઉમટતા બે ને બદલે ૪ કલાક થયાઃ અકિલા સમક્ષ આંખે દેખ્‍યો અહેવાલ વર્ણવતા આઈપીએસ રાજેન્‍દ્ર અસારી : ઉગ્રવાદી, આતંકવાદીનો ચહેરો દેખાવા સાથે ફેસ રેકોગનાઈઝ મશીન ચિચિયારીઓ સાથે કન્‍ટ્રોલ રૂમને ગજવી મૂકે તે સહિત પેરાસુટ સાથે અદ્દભૂત ડિજિટલ સુરક્ષા ચક્ર ગોઠવાયું :ભગવાનના મામાના ઘરે સીપી સંજય શ્રીવાસ્‍તવ, અજય ચૌધરી, ગૌતમ પરમાર, મયંકસિંહ ચાવડા, ક્રાઈમ બ્રાન્‍ચ વડા પ્રેમવીરસિંહ બહારથી આવેલ અધિકારીઓને રૂટની ખૂબી ખામી દેખાડવા પોલીસના અદ્‌ભૂત કાફલા સાથે સરસપુર પહોંચ્‍યા હતા

રાજકોટ, તા.૨૯:  ભગવાન જગન્નાથ મામાના ઘેરથી પરત્ત ફર્યા હોવાથી,અને ત્‍યાં તેમની આંખ આવી હોવાથી પરંપરા મુજબ આજે ભાજપ પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ભગવાનની આંખે પાટા અર્થાત્‌ નેત્રોત્‍સવ વિધ નિહાળવા ભકતો  બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા, આજે સાધુ સંતોના ભંડારો યોજાયો હતો.                 

 દરમિયાન ભગવાનના મામાના ઘેર સરસપુર ખાતે ભક્‍તોના ઘોડાપૂર જામેલ હોવાથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ, જોઇન્‍ટ સીપી અજય કુમાર ચોધરી, જોઇન્‍ટ સીપી ગૌતમ પરમાર,એડી સીપી ક્રાઇમ પ્રેમવીર સિહ અને જેમને બન્ને સમાજની કોમી એકતાની વિશેષ જવાબદારી સુપ્રત થયેલ છે તેવા એડી.સીપી રાજેન્‍દ્ર અસારી સહિતના અધિકારીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.                                             

 નૂપુર શર્માના વિધાનો બાદ અલકાયદાની ધમકી અને ત્‍યારબાદ  નૂપુરના સમર્થનમાં સમર્થનમાં બોલનાર કનૈયાલાલની ગળું કાપી હત્‍યા ઉદયપુરની ઘટના પગલે સુરક્ષા વ્‍યવસ્‍થા ચુસ્‍ત બનાવવામાં આવી છે. સ્‍ટેટ આઇબી સતત ઉકત ઘટના ઉપર દેશભરમાંથી માહિતી મેળવવા આઇબી વડા દ્વારા આદેશ આપવામાં આવ્‍યાની ચર્ચા ચાલી રહી છે           

દરમીયાન આજે ગ્રાન્‍ડ રિહર્સલ પહેલા ગઇ કાલે યોજાયેલ રિહર્સલમા ટોચના અધિકારીઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. હર્શભાઇ સંઘવીનું બોલીવુડ કલાકાર જેવું આકર્ષણ રહેલ. લોકો તેમને જોવા ઉમટવા સાથે મુસ્‍લિમ સમુદાય દ્વારા કબૂતર ઉડાડી, શાલ ઓઢાડી સન્‍માન થયેલ. તેમની સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, જમાલપુર ધારાસભ્‍ય ઇમરાન ખેડવાલા,મેયર કિરીટભાઇ પરમાર, ભાજપ અગ્રણી અમિતભાઈ, કૌશિકભાઈ અને ટ્રસ્‍ટી મહેન્‍દ્રભાઈ ઝા, પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્‍તવ અને આઇપીએસ રાજેન્‍દ્ર અસારી સહિત બહારથી આવેલ અધિકારીઓ પણ સંજય શ્રી વાસ્‍તવની નિશ્રામાં જોડાયા હતા. બે કલાકનો રૂટ પર ભવ્‍ય સન્‍માન કારણે ૪ કલાક લાગેલ.                              

મેઈન પાવર સાથે ડિજિટલ સુરક્ષા, જેવી કે પેરાસુટ,ડ્રોન અને હેલિકોપ્‍ટર, સીસીટીવી, બોડી વોર્ન કેમેરા સાથે ફેસ રેકોગનાઇઝ કેમેરા લગાડવામા આવ્‍યા છે.                  

૨૫ હજાર પોલીસ દળની આગળ ક્રાઇમ બ્રાન્‍ચ મુવિંગ બંદોબસ્‍ત ખાસ પ્રકારની ગન, વોકીટોકી,ચેતક કમાન્‍ડો,રેપિડ એક્‍શન ફોર્સ તો બીજી  બાજુ ધર્મનો માહોલ પરાકાષ્‍ટા પર છે.(

(12:18 pm IST)