Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડોદરામાં કોરોનાના નવા 50 કેસ પોઝિટિવ : કુલ કેસ 2228 થયા:વધુ 3 લોકોના મોત :મૃત્યુઆંક 53

વધુ 53 દર્દીઓ સાજા થતા કુલ 1563 લોકોએ કોરોનાને મ્હાત આપી

વડોદરા : વડોદરામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે કોરોનાના વધુ 50 કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 228 થઇ છે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 53 થયો છે આજે વધુ 53 દર્દીઓ સાજા થતા કુલ 1563 લોકોએ કોરોનને મ્હાત આપી છે છેલ્લા 24 કલાક દરમિયાન 279 સેમ્પલ લેવાયા છે

આજે વડોદરામાં લાલબાગ , ચોખંડી , સમા , વાધોડીયા રોડ , તાંદલજા , ડભોઇ રોડ , ગોત્રી , નાગરવાડા , આજવા રોડ , હરણી , બાજવાડા , ફતેપુરા , વાડી , મદનઝાંપા , દિવાળીપુરા , ન્યુ વી.આઇ.પી.રોડ , યાકુતપુરા , ગેડીંગેટ , એકતાનગર , અકોટા , માંડવી , ખોડીયાર નગર , નવાબજાર જેવા વિસ્તારોમાંથી કોરોના કેસ આવેલ છે જયારે પાદરા , સાવલી , ભાયલી રોડ , કરોડીયા , સમીયાલા , ઉડેરા , ચાંદોદ જેવા ગ્રાંમ્ય વિસ્તારોમાં પણ કેસ નોંધાયા છે

(6:55 pm IST)