Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમદાવાદના ઢેઢાલ ગામે ઝાડ પર અચાનક વીજળી પડી

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી : ઝાડ બળીનેખાખ થયું હતું : વીજળીનાં કારણે ઝાડ ઉપર આગ લાગી હતી : સદનસીબે કોઈ જાનહાનિ થઈનથી

અમદાવાદ, તા. ૨૮ : શહેર અને આજુબાજુના ગામમાં સાંજે ગાજ વીજ સાથે સામાન્ય વરસાદ થયો છે. અમદાવાદ જિલ્લાના ઢેઢાલ ગામે વીજળી પડી હતી. ઢેઢાલ ગામમાં વર્ષો જૂનું લીલુંછમ ઝાડ હતું. તેની પર અચાનક જ વીજળી ઝાડ ઉપર પડી હતી. જેના કારણે ઝાડ બળીનેખાખ થયું હતું. જોકે વીજળીનાં કારણે ઝાડ પર આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈનથી. આ દુર્ઘટના સર્જાઈ તે પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગાજવીજ સાથે વરસાદ થશે. ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે લોકોએ પણ સતર્ક રહેવું જોઈએ. સામાન્ય રીતે વરસાદ આવે ત્યારે લોકો ઝાડ નીચે ઉભા રહેતા હોય છે. પરંતુ વીજળી થતી હોય ત્યારે વૃક્ષનો સહારો લેવો જોઈએ નહીં. આ દ્રશ્યોમાં પણ જોઈએ શકાય છે કે, વર્ષો જૂનું વૃક્ષ સેકન્ડમાં બળીને ખાખ થઈ ગયું. વીજળી પડી તેના કારણે વૃક્ષ પર આગ લાગી હતી. વીજળીના કડાકાથી લોકો પણ ડરી ગયા હતા.

            જોકે મોડી સાંજે ભારે ગાજ વીજ થઈ રહી હતી. વીજળી શરૂ થતાં થોડી મિનિટોમાં ઢેઢાલ ગામમાં વીજળી પડી હતી. જોકે વીજળી એક ઝાડ પર પડી હતી.પણ વીજળીના કારણે વૃક્ષ પર આગ જોઈને લોકો અચંબિત થયા હતા. વીજળી પડ્યા બાદ વૃક્ષ બળીને ખાખ થઈ ગયું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ૨૯ ૩૦ તારીખે ભારે વરસાદની અગાહી કરી છે.  વલસાડ, નવસારી, ભાવનગર, દિવ અને દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે. તેમજ આણદ, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ વરસાદની અગાહી આપવામાં આવી છે. ૩૦ જૂનના અમદાવાદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(10:43 pm IST)