Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દિયોદરના ચમનપુરામાં ભૂંડનો આતંક :બે લોકોને ભર્યા બચકા :લોકોએ ફાયરિંગ કરીને પતાવી દીધું

 

બનાસકાંઠાના દિયોદરણ ચમનપુરામાં ભૂંડે આતંક મચાવ્યો હતો  ભૂંડે લોકો ઉપર જીવલેણ હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ગ્રામજનોને અંગે જાણ થતાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ દેશી બંદૂકથી ગોળી મારીને ભૂંડને મોતને ઘાટ ઉતાર્યું હતું


   મળતી વિગત  મુજબ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં ભૂંડે આતંક મચાવ્યો હતો. હડકાયા ભૂંડે બે વ્યક્તિને બચકા ભર્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક દિયોગર રેફરલ હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા.

     ભૂંડના આતંકની વાત ગ્રામજનોને જાણ થતાં લોકો એકઠાં થયા હતા અને ભૂંડને પકડવાનો પ્રયત્ન કર્યો હતો ભૂંડને પકડવા જતાં ભૂંડે બે લોકો ઉપર હુમલો કર્યો હતો. ગામના લોકોએ બેનાળ બંદૂક વડે ભૂંડ ઉપર નિશાન સાધીને ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તેને ગોળી વાગતા મોત થયું હતું. તો સાથે સાથે સ્થાનિક લોકોએ પણ હથિયારો વડે ભૂંડ ઉપર હુમલો કર્યો હતો

(1:12 am IST)