Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અમદાવાદના બોડકદેવમાં હેલ્થ સુપરવાઇઝર પર હુમલાના આરોપી નહિ પકડાતા કમિશ્નરને રજુઆત

માર મારનાર વ્યક્તિની અટકાયત નહીં થાય ત્યાં સુધી હડતાલ પાડવાનો નિર્ણય

અમદાવાદના બોડકદેવ વોર્ડના સેનેટરી ઈસ્પેક્ટર અને હેલ્થ સુપર વાઈઝરને માર મારવામાં આવ્યો હતો. આ અંગે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. જ્યાં સુંધી આરોપીની અટકાયત નહીં થાય ત્યાં સુધી કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે

 . શનિવારે છાણ ઉપાડવાની બાબતમાં સેનેટરી ઈન્સ્પેક્ટર અને હેલ્થ સુપરવાઇઝરને માલધારી સમાજના લોકોએ માર માર્યો હતો. ત્યારબાદ કર્મચારીઓએ સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. કર્મચારીઓને માર મારવાના મુદ્દે ડેપ્યુટી કમિશ્નરને રજુઆત કરી હતી. જ્યાં સુધી માર મારનાર વ્યક્તિની અટકાયત નહીં થાય ત્યાં સુધી હડતાલ પાડવાનો નિર્ણય કરાયો છે.

(11:02 pm IST)