Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રેવન્યુ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેેટરી પંકજકુમારને ગૃહખાતાનો વધારાનો ચાર્જ સુપરત

         રાજકોટઃ  રાજય સરકારના એડીશ્નલ ચીફ સેેક્રેટરી (હોમ ડિપાર્ટમેન્ટ )એ. એમ. તિવારી  કાલે રવિવારે તા. ૩૦ ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા હોય તેમનો ચાર્જ રેવન્યુ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી પંકજકુમારને સુપરત કરતો હુકમ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

         એડીશ્નલ ચીફ સેક્રેટરી ( ગૃહ વિભાગ ) માં રેગ્યુલર નિમણૂક ન થાય ત્યાં સુધી ગૃહવિભાગનો ચાર્જ પંકજકુમાર હસ્તક રાખવામાં આવશે.

(10:27 pm IST)