Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ખેડા એસઓજી પોલીસે અમદાવાદ-વડોદરા હાઇવે પરથી 32.49 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટેનરની અટકાયત કરી

ખેડા:એસઓજી પોલીસે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર આવેલા સંધાણા નજીકથી ૩૨.૪૯ લાખનો વિદેશી દારૂ ભરેલા કન્ટેનર અને પાયલોટીંગ કરતી કાર સાથે કુલ ચાર શખ્સોને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વિદેશી દારૂની હેરાફેરીના મુખ્ય સુત્રધારો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ ખેડા એસઓજી પોલીસને એવી માહિતી મળી હતી કે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ઉપરથી કન્ટેનર નં. એચઆર ૩૮ એક્સ ૨૭૬૫માં મોટાપાયે વિદેશી દારૂ ભરીને હેરાફેરી કરવામાં આવી રહી છે અને કન્ટેનરને ઈનોવા ગાડી નં એચઆર ૫૫ વી ૨૪૨૫ પાઈલોટીંગ કરી રહી છે. જેથી એસઓજી પીઆઈ યુ એ ડાભી અને પીએસઆઈ એ જે અસારીએ સ્ટાફ સાથે માતર તાલુકાના સંધાણા ગામની સીમમાં નેહા નં ૮ પર ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. 

(5:41 pm IST)