Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સુરતમાં યુ.કે.ના ગઠિયાએ કેન્સરના ઇન્જેક્શન બનાવવાના ઓઈલના નામે વેપારી સાથે 48 લાખની ઠગાઈ આચરતા તપાસ શરૂ

સુરત:કેન્સરના ઇન્જેક્શન તથા એન્ટિબાયોટિક્સ બનાવવા ઉપયોગમાં લેવાતા કિમતી ઓઇલને બજાર કરતાં બમણા ભાવે ખરીદી નફો થાય તેમાં સરખો હિસ્સો કરવાનું જણાવી યુ.કેના એક ગઠિયાએ ઇલેક્ટ્રિક સામાનનો વેપાર કરતાં યુવાન પાસેથી રૂ.૪૮ લાખ પડાવ્યા હતા. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના વતની અને સુરતમાં કાપોદ્રા નીલકંઠ સોસાયટમાં રહેતા ૩૨ વર્ષીય ચિરાગભાઈ કનુભાઈ ડોબરીયા પોતાના ઘરેથી જ ઈલેક્ટ્રીક સામાનનો વેપાર કરે છે. ગત ૨૫ એપ્રિલે વ્હોટ્સએપ પર હુડસન જોન નામક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. બીટુબી માર્કેટમાંથી નંબર મળ્યાનું કહીને તેણે ઇ-મેઇલ એડ્રેસ માગ્યું હતું. 

(5:41 pm IST)