Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સુરતના વરાછામાં ટ્રાવેલ્સની ઓફિસમાં મેચ પર સટ્ટો રમાડનાર 3 શખ્સોની રંગે હાથે ધરપકડ

સુરત:વિશ્વ કપની શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડતાં ત્રણ યુવાનને વરાછા પોલીસે ગત સાંજે વરાછા લંબે હનુમાન રોડ રાજ પેલેસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી હરિઓમ ટ્રાવેલ્સ નામની ઓફિસમાંથી ઝડપી પાડી પાંચ મોબાઇલ ફોન, રોકડ અને અન્ય સામાન મળી કુલ રૂ.37,870નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, વરાછા પોલીસે મળેલી બાતમીના આધારે ગત સાંજે વરાછા લંબે હનુમાન રોડ રાજ પેલેસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નં.3માં આવેલી હરિઓમ ટ્રાવેલ્સ નામની ઓફિસમાં છાપો માર્યો હતો. પોલીસે ત્યાં વિશ્વકપની શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડતા લાલજીભાઈ જેરામભાઈ ગોંડલીયા (ઉ.વ.40) રહે.357, સંતોષનગર સોસાયટી, લંબે હનુમાન રોડ, સુરત, ધર્મેશ બાબુભાઈ કણકોટીયા (ઉ.વ.34) રહે. સી/204, રાજ પેલેસ એપાર્ટમેન્ટ, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત અને રજનીભાઇ દામજીભાઈ પાદરીયા (ઉ.વ.34) રહે.404, જનતા એપાર્ટમેન્ટ, લંબે હનુમાન રોડ, વરાછા, સુરતને ઝડપી પાડી તેમની પાસેથી પાંચ મોબાઇલ ફોન, રોકડા રૂ.12,270, ટી.વી, સેટટોપ બોક્સ, અન્ય સામાન મળી કુલ રૂ.37,870નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:39 pm IST)