Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બનાસકાંઠાના દેલવાડામાં શાળાની દીવાલ જર્જરિત હાલતમાં: ગ્રામજનોએ તાળાબંધી કરતા શિક્ષણતંત્રમાં દોડધામ

બનાસકાંઠા:માં છેલ્લા કેટલીય શાળાઓમાં ક્ષતિગ્રસ્ત અને પડવાના વાંકે ઉભેલા જર્જરીત ઓરડાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં પાલનપુર,દાંતા, દિયોદર, કાંકરેજ, સુઇગામ, જેવા અનેક તાલુકાની શાળાઓમાં ક્ષતિ ગ્રસ્ત ઓરડાઓની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. જર્જરીત ઓરડાઓ ને લઇ શાળામાં ભણતા બાળકો ની સુરક્ષાને લઇ વાલીઓ અને શાળા સંચાલકો દ્વારા અનેક વાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા જર્જરીત શાળાઓ ની રજુઆતો ધ્યાને લેવામાં ન આવતા અંતે વાલીઓ તંત્ર સામે શાળાઓની તાળાબંધી નો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં દિયોદરના દેલવાડા અને કાંકરેજ ને ઘાઘોસ ગ્રામની પ્રા.શાળા ને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવતા શિક્ષણતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સરકાર દ્વારા શિક્ષણ માટે પ્રવેશોત્સવ ,ગુણોત્સવ જેવા અનેક ક્રાર્યક્રમો પાછળ ખર્ચો કરવામાં આવે છે. જ્યારે વર્ષો જુના જર્જરીત ઓરડાઓનું સમાર કામ ને નજર અંદાજ કરવામાં આવતા વાલીઓ રોષ જોવા મળે છે.  ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠામાં ક્ષતિ ગ્રસ્ત ઓરડાઓ નું નવીનીકરણ અને ઓરડાઓની ઘટ દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 

(5:38 pm IST)