Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ગાંધીનગરના નરાધમ વકીલે યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેરના જાણીતા વકીલે તેનાથી અડધી ઉંમરની યુવતિનું શારિરીક શોષણ કરી ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ યુવતિ વકીલ સામે ગુનો નોંધાવવા માટે છેલ્લા બે દિવસથી સે-7 પોલીસ મથકના ધક્કા ખાઈ રહી છે પરંતુ હજુ સુધી પોલીસે ગુનો નોંધ્યો નથી ફકત યુવતિની અરજી જ લઈ સંતોષ માન્યો હતો. જેથી આ યુવતિ ન્યાય માટે હવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી જ મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-7 પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા એક ગર્ભવતી યુવતિ આવી હતી અને તેણે પોલીસ સમક્ષ રજુઆત કરી હતી કે ગાંધીનગર શહેરના એક જાણીતા વકીલે તેને લલચાવી ફોસલાવીને તેનું શારિરીક શોષણ કર્યું હતું. 

(5:37 pm IST)