Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વડોદરાના માંજલપુર વિસ્તારમાં બિલ્ડરે દસ્તાવેજ ન બનાવી નિવૃત પીએસઆઇ સાથે ઠગાઈ આચરતા અરેરાટી

વડોદરા:માંજલપુર વિસ્તારમાં સુર્યદર્શન ફાટક પાસે નિર્દેશ ટેનામેન્ટમાં મકાન બુક કરાવ્યા બાદ બિલ્ડર તેમજ જમીન માલિકોએ પાકો દસ્તાવેજ કરાવવા માટે વધારે રકમ માંગી નિવૃત્ત પીએસઆઇ સાથે ઠગાઇ કરી છે.

નિર્દેશ ટેનામેન્ટમાં રહેતા મહેન્દ્ર રમણલાલ પટેલ નિવૃત્ત પીએસઆઇ છે. તેમણે વર્ષ-2002માં વિશેષ ડેવલપર્સના મહેન્દ્રસિંહ ભવાનસિંહ ઠાકોર પાસે ટેનામેન્ટ ખરીદયું હતું. બેંકની લોન પુરી થતા પાકો દસ્તાવેજ કરાવવાની માંગણી કરતા બિલ્ડર મહેન્દ્રસિંહ ઠાકોરે રૂ.1.50 લાખની વધારાની રકમની માંગણી કરી હતી એટલુંજ નહી સોસાયટીની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદનમાં જવાની છે જેથી વધારે વળતર જોઇતું હોય તો પાકો દસ્તાવેજ કરાવી લેવા જણાવ્યું હતું.

(5:37 pm IST)