Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

અમદાવાદના નવરંગપુરામાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે બે શખ્સોએ ઝઘડો કરી નજરે ચૂકવી એક્ટિવાની ડેકી માંથી પાંચ લાખ ભરેલ બેગ સેરવી છૂમંતર....

અમદાવાદ:નવરંગપુરામાં આંગડીયા પેઢીના કર્મચારી સાથે બે શખ્સોએ અકસ્માત કર્યો છે કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં આ શખ્સો કર્મચારીની નજર ચુકવીને તેના એક્ટીવાની ડેકીમાંથી પાંચ લાખ રોકડા ભરેલી થેલી લઈને પલાયન થઈ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

 આ બનાવની વિગત મુજબ રાયપુરમાં રહેતો તાનાજી એમ.પ્રજાપતિ રતનપોળમાં આવેલી મયુરકુમાર કાંતિલાલ આંગડીયા પેઢીમાં ઓફિસબોય તરીકે કામ કરે છે. 27 જૂનના રોજ તે પેઢીના માલિકનું એક્ટીવા લઈને નવરંગપુરામાં સી.જી.રોડ પર આવેલ માલિકના મિત્રની ઓફિસમાંથી પાંચ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો. અહીંથી તે પાંચ લાખ રોકડા ભરેલી થેલી એક્ટીવાની ડેકીમાં મુકીને પેઢી પર આવવા નીકળ્યો હતો.

(5:36 pm IST)