Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કપાસનો પાક વીમો મળવાનું શરૂ,ખેડૂતોની અપેક્ષા કરતા ઘણો ઓછો

કંડોરણા તાલુકામાં ૨૯ ટકા, જેતપુરમાં ૩૧, કોટડા સાંગાણીમાં ૧૭ ટકા

રાજકોટ, તા. ૨૯ :. રાજ્ય સરકાર અને વિમા કંપનીઓ વચ્ચેની વહીવટી પ્રક્રિયા પુરી થતા ખેડૂતોને વિમો આપવાની શરૂઆત થઈ છે. તાલુકાવાર જે તે જિલ્લા સહકારી બેન્કમાં વિમાની રકમ જમા થવા લાગી છે. આખા રાજ્યનો કેટલો વિમો પાકયો ? તેનો આંકડો જાહેર થયો નથી પરંતુ રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓના આંકડાઓ બિનસત્તાવાર રીતે બહાર આવી રહ્યા છે. તે જોતા ખેડૂતોની અપેક્ષા કરતા કપાસનો વિમો ઘણો ઓછો દેખાય છે. ખેડૂતોમાં અસંતોષ ઉગે તેવા એંધાણ છે. તાલુકાવાર જાણવા મળેલ વિમાની ટકાવારીના આંકડા નીચે મુજબ છે.

તાલુકો

ટકા

કંડોરણા

૨૯

જેતપુર

૩૧

ઉપલેટા

૨૨

કોટડાસાંગાણી

૧૭

જસદણ

૩૧.૭૫

વાંકાનેર

૩૫ (આશરે)

(4:16 pm IST)