Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

દુષ્કર્મ કેસમાં આજીવન સજા કાપતા નારાયણ સાંઇને સાદા કપડામાં સિવિલ હોસ્પિટલ લવાયો

સુરત તા.૨૯: બળાત્કાર કેસમાં આજીવન સજા કાપતા નારાયણ સાંઇને લાજપોર જેલમાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલો નારાયણ સાંઇ પાકા કામનો કેદી હોવા છતાં સાદા ડ્રેસમાં જ જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો હતો. સુરત જિલ્લા જેલમાંથી નારાયણ સાંઇ ને કેસ પેપર પર કોઇ પણ તકલીફ બતાવ્યા વગર માત્ર મેડિસિન, ઓથો, આંખ, અને દાતની ઓપીડીમાં રીફર કરાયો હતો.પાકા કામના કેદી તરીકે સજા કાપતા નારાયણ સાંઇને આજે સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. હેડ કવાટર્સની પોલીસ નારાયણ સાંઇને સિવિલ લઇ આવી હતી. ૧૨ નંબરની ઓપીડીમાં એટલે મેડિસિનમાં સાંઇને તપાસ માટે લઇ જવાયો હતો. નારાયણ સાંઇએ સિવિલના આરએમઓને કહ્યું હતું કે, મારે આયુર્વેદિક સારવાર લેવી છે.લાજપોર જેલ તંત્રને નારાયણ સાંઇના સાદા કપડા અંગે પુછવામાં આવતા તંત્ર દ્વારા જણાવાયું હતું કે, કેદી નારાયણ સાંઇને જેલના તબીબોએ રિફર કરતાં સારવાર માટે મોકલાયો છે. જેલ બહાર કોર્ટ કે સિવિલ હોસ્પિટલમાં પાકા કામનો સાદા કપડાં પહેરી શકે છે.

(3:33 pm IST)