Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

લેન્ડ રોવરે આપતિ રાહતમાં સહાય કરવા માટે રેપીડ રિસ્પોન્સને વાહન આપ્યા

અમદાવાદઃ  આપતિ દરમિયાન સમયસર સમય પુરી પાડવા અને સમાજ પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આપતિ વ્યવસ્થાપન અને શરતમાં નિષ્ણાંત એનજીઓ રેપીડ  રિસ્પોન્સ સાથે હાથ મેળવ્યા છે. જેગુઆર લેન્ડ રીવર ઇન્ડિયાએ આ ચોમાસામાં ભારતભરમાં નૈસર્ગીક કટોકટીમાં ફસાયેલા સમુદાયો માટે ઇમરજન્સી રિસ્પોન્ડર તરીકે ઉપયોગ કરવા બચાવકાર્ય અને તબીબી સહાય પુરા પાડવા અને ખાદ્ય તથા રાહતસામગ્રીઓનુ વિતરણ કરવા માટે ઉપયોગ કરવા રેપીડ રિસ્પોર્ન્સને ખાસ તૈયાર કરવામાં આવેલી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ આપી છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લીમીટેડના પ્રેસીડન્ટ અને મેનેજીંગ ડાયરેકટર રોહીત સુરીએ જણાવ્યું હતુ કે લેન્ડ રોવરના વાટનો જેમકે ડિસ્કવરી સ્પોર્ટ પુર અને અન્ય આથી નૈશર્ગીક આપતિથી પેદા થતા મુશ્કેલ રસ્તાઓ અને સ્થિતિઓને હાથ ધરવા માટે તેની ક્ષમતા માટે જાણીતા છે. ભારતમાં જેગુઆર લેન્ડ રોવરે ૧૦ વર્ષ પુરા કર્યા તે અવસરે રેપીડ રિસ્પોન્સની ટીમને ભારતમાં આથી નૈસર્ગીક  આપતિઓના પીડીતોને મદદરૂપ થવાના તેમના પ્રયાસોમાં સહાય કરવા માટે લેન્ડ રોવર આપવામાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

(3:32 pm IST)