Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક પ્રિપેઇડકાર્ડ અને ડીજીટલ વોલેટ લોન્ચ કરાશેઃ સામાન્ય સભા સંપન્ન

અમદાવાદઃ ધી ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેંક લી.ની ૬૦મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમા ગુજરાત રાજયના સહકાર મંત્રી મુખ્ય મહેમાન તરીકે શ્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેલ હતા. જેમાં ગુજરાતની ૧૮ જીલ્લા સહકારી બેંકો અને ૮૨૦૦ પ્રાથમીક કૃષિ ધિરાણ મંડળીઓ માટેની વન ટાઇમ સેટલમેન્ટ યોજનાને આગામી ઓગષ્ટ ૨૦૨૦ સુધી લંબાવી આપવાનો નિર્ણય કર્યો છે. જુના મુદત વીતી થઇ ગયેલા કૃષિ ધિરાણના ખાતાખોમાં થયેલી એનપીએના સેટલમેન્ટ કરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ સાથે જ નાના અને સીમાંત ખેડુતોને તેમના બાકી લેણા ચુકવી દેવા માટે વધુ સવા વર્ષની સમય મળ્યો છે. આ યોજનાનો લાખો નાનાને સીમાંત ખેડુતોને પણ લાભ થઇ શકશે.

ગુજરાત સ્ટેટ કો. ઓપરેટીવ બેંકની વાર્ષિક  સામાન્ય સભામાં ચેરમેન અજય પટેલે જણાવ્યું હતુ કે અમારી બેંક પ્રીપેઇડકાર્ડ અને ડીજીટલ વોલેટ પણ લોન્ચ કરી રહી છે. આ પ્રીપેઇડ કાર્ડ અને વોલેટ બનાવનારી ભારતની પ્રથમ સરકારી બેંક છે. બેંકોના ખાતેદાર ન હોય તેવી વ્યકિત પણ ઉપયોગ કરી શકશે. માત્ર  રૂ.૧૦૦ ચુકવીને તથા મોબાઇલ નંબર અને નામ આપીને વ્યકિત પ્રીપેઇડ કાર્ડ મેળવી શકશે. ગુજરાતની તમામ જીલ્લા સહકારી બેંકો અને અર્બન ડો. ઓપરેટીવ  બેંકો જીએસસીબી સાથે જોડાઇને પોતાના ખાતેદારોને પણ આપી શકાશે.

(3:31 pm IST)