Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉંઝામાં સૌથી મોટા સબયાર્ડનું ખાતમુહૂર્ત

એશિયાની નંબરવન એ.પી.એમ.સી હવે સમગ્ર વિશ્વની સૌથી મોટી એ.પી.એમ.સી બનશે

 

ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આજે નવીન સબયાર્ડનું ખાતમુહૂર્ત સમારોહ યોજાશે. ઊંઝા એપીએમસી ઘ્વારા મસ મોટું સબ માર્કેટયાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે .પી.એમ.સી પાછળ 100 કરોડના ખર્ચો કરવામાં આવશે. એશિયાની નંબરવન .પી.એમ.સી હવે સમગ્ર વિશ્વની સૌથી મોટી .પી.એમ.સી બનશે તેવી શક્યતાઓ છે.

સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ  પટેલ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ  વઘાણી સહિત સ્થાનિક ધારાસભ્ય આશાબેન પટેલ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. ખાતમુહૂર્ત બાદ ઊંઝાના જીમખાના મેંદાનમાં એપીએમીસીની ખેડૂત શિબિર યોજાશે.

  મહેસાણા જિલ્લા પોલીસ બંદોબસ્તમાં 2 ડીવાયએસપ, 5 પીઆઈ, 24 પીએસઆઇ સહિત 400 પોલીસ કોન્ટેબલ ફરજ બજાવશે.

(4:31 pm IST)