Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ધાનેરાના શિયા ગામમાં પતિ હેવાન બન્યો :કુહાડીના ઘા ઝીકી કરી પત્નીની કરી કરપીણ હત્યા ;અરેરાટી

ગ્રામજનોએ મૃતક મહિલાના પતિને પકડીને પોલીસને હવાલે કર્યો

 

બનાસકાંઠા જિલ્લામાં  ધાનેરા તાલુકાના શિયા ગામમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને પતાવી હોવાની ઘટના બનતા અરેરાટી ફેલાઈ છે  અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે પતિની અટકાયત કરીને મૃતક પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી

    અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના શિયા ગામમાં મણીગર ગોસ્વામી પરિવાર સાથે રહે છે. જ્યાં પતિએ કોઇ કારણસર પત્નીને ઘર પાસે કુહાડીના ઘા મારીને હત્યા કર્યાની ઘટના બની હતી.

ગ્રામજનોએ મૃતક મહિલાના પતિને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને વધારે પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

(10:12 pm IST)