Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રાજ્યમાં 2020 સુધીમાં RTIની સુવિધા ઓનલાઇન મળતી થઇ જશે :હાઇકોર્ટમાં સરકારે આપ્યો જવાબ

જાહેરહિતની અરજી મામલે સામાન્ય વહીવટી વિભાગે હાઇકોર્ટે આપી ખાતરી

 

અમદાવાદ ;રાજ્યમાં 2020 સુધીમાં આરટીઆઈની સુવિધા ઓનલાઇન શરુ થઇ જશે આરટીઆઇના કાયદાને 14 વર્ષ થયા છતાં પણ રાજ્યમાં ઓન-લાઈન RTIનું માળખું હોવાથી હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી મુદે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા હાઈકોર્ટેમાં જવાબ રજૂ કરાયો હતો ઓનલાઈન આરટીઆઈ માટે ટેન્ડરની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. અગામી એક વર્ષમાં એટલે કે 2020 સુધીમાં રાજ્યમાં ઓનલાઈન આરટીઆઈની સુવિધા શરૂ થશે.

 

   રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલ જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે નાગરીકોને ઓનલાઈન આરટીઈની સુવિધા મળી રહે તેના માટે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી ઓછું ક્વોટેશન આપતી મિસ. હેવલેટ પાર્કયાર્ડ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડને ટેન્ડર આપવામાં આવ્યું હતું. અને અગામી એક વર્ષમાં એટલે કે 2020 સુધીમાં ઓન-લાઈન આરટીઆઈની કામગીરી પૂર્ણ થઈ જશે.
  
કેન્દ્ર સરકારના વિવિધ ખાતાઓમાં જે રીતે ઓન-લાઈન આરટીઆઈ કરી શકાય છે. તેમ અગામી એક વર્ષમાં ગુજરાત સરકારના સચિવાલય, કોર્પોરેશન, શૈક્ષણિક સંસ્થાઓ, જીલ્લા પંચાયતની ઓફિસ, ગ્રામ પંચાયત સહિતના વિભાગોને પ્રથમ તબક્કામાં ઓનલાઈન આરટીઆઈ સુવિધાથી જોડાશે. રાજ્યમાં ઓનલાઈન આરટીઆઈના વિલંબથી લોકોના મૂળભૂત અધિકારીઓનું ઉલ્લઘંન થયું હોવાનું સોંગદનામાં જણાવવામાં આવ્યું હતું.
 
અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે જો ઓનલાઈન આરટીઆઈ સુવિધા પૂરી પાડવામાં આવે તો ધર બેઠા કામ થઈ શકે. સંબંધિત વિભાગના કર્મચારીઓ અને લોકોનો સમય વ્યર્થ થાય અને લોકો પોતાની આરટીઆઈનું સ્ટેટ્સ પણ ટ્રેક કરી શકે. એટલું નહિ ઘરે બેઠા અપિલ સહિતના કાર્યો કરી શકે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2013માં ઓનલાઈન આરટીઆઈ સિસ્ટમ શરૂ કરી દેવાઈ હતી.

 

(9:06 am IST)