Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભણે ગુજરાત :રાજ્યના 11 જિલ્લામાં એકપણ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ નથી

અમદાવાદ :ગુજરાતમાં એક બાજુ સરકારી સ્કુલો કોલેજોનું પ્રમાણ ઘટતુ જાય છે. તો બીજી તરફ ખાનગી કોલેજો અને સ્કુલોને વધુને વધુ મંજૂરીઓ મળી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જાણવા મળ્યુ છે કે,રાજ્યના 11 જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની એક પણ સરકારી કોલેજ નથી.જયારે  8 જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ કોલેજને મંજૂરી આપી નથી. જ્યારે ગ્રાન્ડેડ કોલેજને આડેધડ મંજૂરી અપાય છે.

(11:49 pm IST)