Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સુરતમાં ઓરિસ્સાના દંપત્તિ વચ્ચે પગારના મુદ્દે વારંવાર ઝઘડાઃ આવેશમાં આવીને પતિઅે પોતાના જ ગળામાં કાપો મારી આપઘાતનો પ્રયાસ કર્યોઃ સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં

 

સુરતઃ સુરતના સચિન વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાથી કંટાળીને પતિએ ગળુ કાપી નાંખ્યું છે. મૂળ ઓરિસ્સાનો ભલ્લુ કવિનાયક હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મુદ્દે તેની પત્નીએ જણાવ્યું કે, ભલ્લુ કેટલાક સમયથી કેમિકલ કંપનીમાં કામ કરે છે, પરંતુ પગારના રૂપિયા ઘરમાં આપતો ન હતો. જેને લઈ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી આવેશમાં આવીને પતિએ પગલુ ભર્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સચિન પોલીસ સ્ટેશન પીઆઇ આર. જે. ગોહિલે જણાવ્યું કે, હોસ્પિટલ તરફથી અમને જાણ કરવામાં આવતા અમે અહીં આવી ગયા હતા, આ મુદ્દે આપઘાતની કોશિસ કરનારની પત્નીની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, મારે અને મારા પતીને પગાર મુદ્દે ઝગડો થયા બાદ પતિએ જાતે જ ગળુ કાપી નાખ્યું, જેથી હું હોસ્પિટલ લઈ આવી છું. હાલમાં દર્દી બેભાન અવસ્થામાં છે, તેનું ઓપરેશન થઈ ગયા બાદ તે ભાનમાં આવ્યા બાદ નિવેદન આપે ત્યાર બાદ જ હકીકત શું છે તે જાણી શકાશે.

(6:32 pm IST)