Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સુરત મનપાએ પ્લોટમાં દબાણની સમસ્યાને અટકાવવા કમ્પાઉન્ડ વોલ બનાવવાની કવાયત હાથ ધરી

સુરત: મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટની જાલવણીના અભાવે તેના પર ગેરકાયદે દબાણની સમસ્યા વધી રહી છે. સુરત મહાનગરપાલિકાના અનામત પ્લોટમાં જાળવણીના અભાવે દબાણની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. કેટલાક પ્લોટ પર તો મ્યુનિ.ના બદલે ગેરકાયદે દબાણ કરનારાઓનો કબ્જો રહે છે. કતારગામ વોટર વર્કસમાં સરકારે મ્યુનિ.ને ફાળવેલી જમીન પર દબાણ દુર કરવા માટે બે કરોડના ખર્ચે કમ્પાઉન્ડવોલ બનાવવા માટેની કવાયત હાથ ધરી છે. સુરત મહાનગરપાલકાના કતારગામ ઝોનમાં કતારગામ વોટર વર્કસની બાજુમાં સરકારે મ્યુનિ.ને જગ્યા ફાળવી હતી. વોટર વર્કસનાવિસ્તૃતિકરણ માટે મ્યુનિ.તંત્રને ેએકલાખ ચો.મી. જગ્યા આપવામાં આવી હતી. આ જગ્યાપર મ્યુનિ. તંત્રેએ ફેન્સીંગ કરી હતી. પણ તેમ છતાં ઝુંપડાના દબાણ થયાં હતા. મ્યુનિ. તંત્રએ બનાવેલી ફેન્સીંગ તોડીને ૨૫૦ જેટલા ઝુંપડા બનાવી દેવાયો હતા. મ્યુનિ. તંત્રએ આ ઝુંપડા દુર કરીને ગત સપ્તાહે કબ્જો લઈ લીધો છે.
 

(6:06 pm IST)