Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સુરતમાં સ્વચ્છતાના ભાગે મુકેલ કચરાપેટી રસ્તા પરથી ગૂમ

સુરત:ને દેશનું સ્વચ્છ શહેર બનાવવા માટે શહેરના મોટા ભાગના માગ પર મુકાયેલી કચરા પેટીમાંથી અનેક કચરાપેટીઓ ગાયબ થઈ રહી છે. લોકો જાહેરમાં કચરો ન નાંખે તે માટે મુકાયેલી કચરાપેટીમાં જ કચરો સળગાવવામાં આવતો હોવા ઉપરાંત કેટલીક જગ્યાએ કચરાપેટી ચોરાઈ જતી કે ગાયબ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. શહેરના કેટલાક બ્રિજ અને જાહેર માર્ગો પર મુકાયેલી કચરાપેટી ગાયબ થઈ હોવા છતાં લોકો હજી પણ કચરાપેટી હતી તે જગ્યાએ જ કચરો ઠાલવી રહ્યાં છે. સ્વચ્છ સુરત અભિયાન હેઠળ સુરતના જાહેર માર્ગો પર દર ૫૦૦ મીટરના અંતરે સુકો અને લીલો કચરો ભેગો કરવા માટે કચરાપેટી મુકવામાં આવી હતી. તાપી નદી પરથી લોકો કચરો સીધો તાપી નદીમા ન નાંખે તે માટેબ્રિજ પરપણ કચરા પેટી મુકવામાં આવી છે.
 

(6:06 pm IST)