Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દમણમાં જુગારના અડ્ડામાં રમતા હોલસેલરે પત્નીના દાગીના સહીત કાર વેચી દીધી

સેલવાસ: દમણમાં ધમધમી રહેલા જુગારના અડ્ડાઓના કારણે સ્થાનિકોને ત્રાસ રહેતો હોવા સાથે અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ પણ થઈ રહ્યા છે. તેનો તાજો દાખલો સામે આવ્યો છે. જેમાં વાપી રહેતા એક યુવકે પોતાની પત્નીના દાગીના સહીત કાર વેચી દેવાનો વારો આવ્યો છે. પોતાના પતિની જુગારની લત તેમજ હરકતોથી તંગ આવી ગયેલી આ મહિલાએ પોતાની હૈયાવરાળ કાઢતા જણાવ્યું કે, હાલ દમણ કચીગામ નજીક એક બારની પાછળના ભાગે જુગારનો મોટો અડ્ડો ધમધમી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ મહિલાના પતિએ જુગારમાં સતત હારતા જ જતાં પોતાની કાર અને પત્નીના મંગળસૂત્ર સહિતના દાગીના વેચી માર્યા છે.

કેટલાક સમયથી દમણ ખાતે જુગારના અડ્ડા ફરીથી ધધામી રહ્યા છે, જેનું સબૂત છુપા કેમેરા કેદ થયું છે. આલમ એ છે કે લોકોએ જુગાર રમવા બહાર વેઈટિંગમાં ઉભા રહેવું પડે છે. જુગારીઓના ટેેબલો પર મોટી રોકડ રકમો પણ પડેલી રહે છે. આ અડ્ડા પર રોજ લાખો રૂપિયાનો જુગાર રમાય છે. જ્યાં સેલવાસ, વાપી, વલસાડ જેવા વિસ્તારોના જુગારીઓ આવે છે. જોકે આ અડ્ડાના સંચાલકો કોણ છે એની માહિતી મળી નથી. જુગારના કારણે અનેક ઘર બરબાદ થયા છે એ જ પ્રમાણે અનેક મહિલાઓ પોતાના પતિને અને ઘર છોડી ચાઇ ગઈ છે.

(6:05 pm IST)