Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વડોદરામાં બજાજ ફાઇનાન્સનું કાર્ડ આપવાના બહાને 27000ની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ

વડોદરા: માત્ર બેંકના જ ડેબિટ-ક્રેડિટ કાર્ડમાંથી નહી પરંતુ ફાઇનાન્સ કંપનીઓના ક્રેડિટ કાર્ડમાંથી પણ ગઠીયાઓ બારોબાર ઓનલાઇન ખરીદી કરીને લૂંટ ચલાવી રહ્યા છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં રહેતા યુવાન સાથે તો એવો બનાવ બન્યો છે કે 'બજાજ ફાઇનાન્સ'કંપનીએ તેને 'લોન ક્રેડિટ કાર્ડ' ઓફર કર્યુ હતું આ કાર્ડ યુવક સુધી પહોંચે તે પહેતા તો તેમાથી ગઠીયાઓએ બારોબાર રૃ.૨૭,૦૦૦ની ખરીદી પણ કરી લીધી. છેતરપિંડીનો ભોગ બનેલા ભાવિન કનૈયાલાલ આમલેકરે કહ્યું હતું કે છ મહિના પહેલા મે એક મોબાઇલ શોપ પરથી રૃ.૧૪,૦૦૦ના મોબાઇલની ખરીદી કરી હતી. આ માટે 'બજાજ ફાઇનાન્સ'ની લોન લીધી હતી. આ સમયે 'બજાજ ફાઇનાન્સ' તરફથી એવી ઓફર આપવામાં આવી હતી કે કંપની તરફથી ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે જેમાં રૃ.૭૫,૦૦૦ની ક્રેડિટ લિમિટ હશે. મારી લોન પુરી થવા છતાં મારૃ કાર્ડ નહી આવતા મે કંપનીના હેલ્પ લાઇન નંબર પર ફોન કર્યો હતો. તેના બીજા જ દિવસે મને એક કોલ આવ્યો હતો અને એવુ કહ્યું હતું કે તમારૃ કાર્ડ રેડી થઇ ગયુ છે તમને એક બે દિવસમાં મળી જશે. આ માટે કાર્ડને ઓનલાઇન એક્ટિવ કરવુ પડશે.

(5:52 pm IST)