Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વડોદરાના પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચરતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને જણાવ્યું છે કે,માંજલપુર અલવાનાકા પાસે સિકોતેર નગરમાં રહેતા અને છૂટક મજૂરી કરતા નિલેશ ઉર્ફે બોડીયો નટુભાઇ સોલંકી (રાજપૂત) સાથે જૂનો પરિચય હોવાને કારણે ત્રણ વર્ષથી વધુ સંપર્કમાં હતા. નીલેશે લગ્ન કરવાની લાલચ આપી હતી અને અનેક સ્થળે ફરવા લઇ ગયો હતો.જ્યારે,તેના ઘેર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ તેણે લગ્નનો ઇનકાર કરી દીધો હતો. માંજલપુર પોલીસે યુવતીની ફરિયાદને આધારે નીલેશની ધરપકડ કરી હતી અને બંનેની તબીબી ચકાસણી કરાવી હતી.પીએસઆઇ એચ એ વસાવાએ યુવકનેે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.

(5:51 pm IST)