Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

16 વર્ષીય કિશોરીને ઘેનયુક્ત દૂધ પીવડાવી બળાત્કાર ગુજારવાના કેસમાં મુખ્ય આરોપી ફરાર

વડોદરા: 16 વર્ષની કિશોરીને ઘેનયુક્ત દવાવાળુ દુધ પીવડાવીને બેભાન કરી બળાત્કાર ગુજારવાના કેસમાં ઝડપાયેલી મહિલા સહિત બે આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે મુખ્ય આરોપી અનવર હજી ફરાર છે.    ડભોઇ રોડ પર રહેતી  ૧૬ વર્ષની કિશોરીને ગત ૧૮મી તારીખે અકસ્માતમાં ઇજા થતા તેની સારવાર કરાવી માતાપિતા પુત્રીને ઘરે મુકીને પાણીગેટ રાજારાણી તળાવના કિનારે રહેતી ફરીદાબાનુ મહેમદહુસેન ખલીફાના ઘરે ગયા હતા. ફરીદાબાનુએ પોતાના ઘરે હાજર અફઝલ ઇમ્તીયાઝભાઇ  બેગ (રહે. આશિયાનાનગર તાંદલજા)ને એકટીવા લઇને ૧૬ વર્ષની સગીરાને ઘરેથી લઇ આવવા મોકલ્યો હતો. થોડીવારમાં અફઝલ  સગીરાને લઇને પરત આવ્યો હતો. ફરીદાએ સગીરાના માતા પિતાને જણાવેલ કે મારા પતિ અનવર ઘણા સમય પછી જેલમાંથી છુટયા છે અને તેને મળવા જવાનું છે. તમારી છોકરીને મારી સાથે લઇ જવું છું તમે અહિયા રોકાજો. ફરીદા  સગીરાને લઇને જાંબુવા વુડાના મકાનમાં ગઇ હતી, ત્યાં ફરીદાના ભત્રીજા રફીકના ઘરે બધા સાથે જમીનેે ફરીદા અને અનવર સગીરાને લઇને ચોથામાળે ગયા હતા. રાત્રે અનવરે એક  ગ્લાસ દુધ આપ્યુ હતું જે પીને સગીરા સૂઇ ગઇ હતી.
 

(5:51 pm IST)