Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

નાગપુરથી એક લાખ જીવતા ઘેટાં-બકરાને કતલ કરવા લઇ જતા હોવાની બાતમી જીવદયાપ્રેમીને મળતા અભ્યાન હાથ ધરાયુ

અમદાવાદ: નાગપુરથી  વિમાન માર્ગે ૧ લાખથી વધુ જીવતા પશુઓને શારજાહમાં નિકાસ કરવાની સરકારની યોજના સામે ગુજરાતમાં પણ ઘેરા પડઘા પડયા છે.  આજે કોબા ખાતે મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ એકત્ર થયા હતા અને તેમણે પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલયમાં વિરોધ દર્શાવતું આવેદનપત્ર પણ આપ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ૧ લાખ ઘેટા-બકરાને કતલ માટે નાગપુરથી ૩૦ જૂને સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા લઇ જવામાં આવશે. આગામી ત્રણ મહિના દરમિયાન તબક્કવાર ૧ લાખ ઘેટા-બકરાને શારજાહ મોકલવાનું આયોજન છે. જેમાં પ્રત્યેક આવી ફ્લાઇટમાં કુલ ૩૮ ટન ધરાવતા પશુઓને પાંજરામાં બંધ કરી લઇ જવાશે. આ અંગે  અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળે જણાવ્યું હતું કે, 'ભારતની આ પાવન ભૂમિ પર અનેક ભગવાનો-તીર્થંકરોએ સાધના કરીને અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપ્યો છે. નાગપુર એરપોર્ટ પરથી ૧ લાખ જીવતા પશુઓને વિમાન માર્ગે શારજાહમાં નિકાસ કરવાની યોજના કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૃ થવા જઇ રહી છે. આ નિર્ણય ખૂબ જ નિરાશાજનક છે. ' ભાજપના પ્રદેશ કાર્યાલય્ 'કમલમ્' ખાતે જીતુભાઇ વાઘાણીને 'અબોલ પશુ કરે પુકાર, અમને બચાવો મોદી સરકાર'ના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
 

(5:50 pm IST)