Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વિસનગરમાં આડેધડ લારીગલ્લાના ત્રાસથી ટ્રાફિક જામની સમસ્યા

વિસનગર:ના વિકાસની સાથે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં વકરતા ટ્રાફીક સમસ્યા બાબતે પાલિકા કે પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નહી આવતા વારંવાર ટ્રાફીક સર્જાવાની સમસ્યા લોકોને સતાવી રહી છે. શહેરના ગૌરવપથ રોડ ઉપર શાકભાજીની લારીઓવાળા આડેધડ લારીઓ ઉભી રાખતા ગૌરવપથ રોડ ઉપર દબાણનો કાયમી અભિષાપ બની ચુક્યો છે. વિસનગરના ગૌરવપથ રોડ ઉપર સાંજ પડે ને શાકભાજી, કટલરી તથા અન્ય વસ્તુઓ વેચતા લારીઓવાળા અને પાથરણાવાળાનો ખડકલો થઈ જાય છે. પાલિકા અને પોલીસની રહેમનજર હોવાથી લારીઓવાળા છેક રોડ ઉપર આવીને ઉભા રહેતા સાંજના સમયે ગૌરવપથ રોડ ઉપર ભારે ટ્રાફીક સર્જાય છે.
 

(5:49 pm IST)