Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઇડર નજીક યુવક ડેમમાં ડૂબકી મારવાની સાથે માછલી ગળી જતા સારવાર અર્થે

ઇડર:ની એક ખાનગી હોસ્પિટલમાં મેડીકલ જગત માટે પડકારરૃપ કહીં શકાય તેવી હાલતમાં ભિલોડાના યુવકને સારવાર માટે લવાયો હતો. આ યુવક ડેમના પાણીમાં નાહવા માટે ગયો હતો, જ્યાં પાણીમાં ડુબકી મારતાની સાથે જ જીવતી માછળી મોંઢા વાટે થઈ મગજના નીચેના ભાગે, નાક તથા તાળવાની પાછળ ફસાઈ જતાં યુવકની હાલત ભારે કફોડી થઈ ગઈ હતી. યુવકને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઉભી થતી હતી. જો કે તબીબે નાકના એન્ડોસ્કોપીક મશીન વડે સફવતા પુર્વક માછલીને બહાર કાઢી યુવકને નવજીવન બક્ષ્યું હતું. આ વિચિત્ર અને આશ્ચર્યજનક કહીં શકાય તેવી ઘટના અંગે મળતી વિગતો અનુસાર, ભિલોડા ખાતે રહેતો દક્ષેશ અસારી (ઉ.વ.૨૬) નામનો યુવક ગરમીથી બચવા નજીકમાં આવેલા ડેમના પાણીમાં નાહવા માટે ગયો હતો. અહીં જીવતી માછલી યુવકના મોંઢામાં જતી રહી હતી. પ્રથમ અન્નનળીના ભાગે ગયેલી માછલી ત્યાંથી પરત આવી મગજના નીચેના ભાગે નાક તથા તાળવા પાછળ બચકુ ભરી ચોંટી ગઈ હતી. માછલી અંદર ઉતરી જતાં પ્રથમ યુવકે જાતે જ માછલીને બહાર કાઢવા પ્રયાસ કર્યા હતા. પરંતુ સફળતા ન મળતાં ભિલોડાના તબીબ પાસે દોડી ગયા હતા.
 

(5:48 pm IST)