Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બોરસદ તાલુકાના સૈજપુરમાં જમીન ન ખેડવા દેવાની રીસ રાખીને ત્રણ શખ્સોએ એકને લાકડીથી માર માર્યો

બોરસદ:તાલુકાના સૈજપુર ગામે ગત ૨૬મી તારીખના રોજ રાત્રીના સુમારે જમીન નહીં ખેડવા દેવા બાબતે રીસ રાખીને ત્રણ શખ્સોએ દાંતી તથા લાકડીઓથી હુમલો કરીને એકને માથામાં દાંતીની ઝાપોટો મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર સૈજપુર રેલવે ફાટક નજીક રહેતા મધુબેન મનુભાઈ ચુનારા વાઘરી ગત ૨૬મી તારીખના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા ત્યારે નજીકમાં રહેતા વાઘજીભાઈ શનાભાઈ ચુનારા વાઘરી, અશોકભાઈ વાઘજીભાઈ ચુનારા વાઘરી તથા સવિતાબેન દાંતી તેમજ લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને વાઘજીભાઈએ જમીન કેમ ખેડવા દીધી નહોતી તેમ જણાવીને ગાળો બોલી પોતાની પાસેની દાંતીની બે ઝાપોટો માથાના ભાગે મારી દીધી હતી. અશોકભાઈએ લાકડીની બે થી ત્રણ ઝાપોટ કમરના ભાગે તેમજ સવિતાબેને ઉશ્કેરણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

 

(5:46 pm IST)