Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખેડા ડુમરાલ પાટિયા નજીક પોલીસે એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યો

ખેડા: પોલીસે ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલા ડુમરાલ પાટીયા પાસેથી એક ઈસમને વિદેશી દારૂની ૩ બોટલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. 
એલ.સી.બી. ખેડા પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થતી હતી ત્યારે ડુમરાલ પાટીયા પાસે ઉભેલ એક ઈસમને શકમંદ હાલતમાં જણાતા તેની અટક કરી તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં.૩ રૂપિયા ૬૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. આ ઈસમ આતાજી ઉર્ફે પોચો જગાજી મારવાડી (રહે. જૂના માખણપુરા, દેસાઈવગા, નડિયાદ)નો હોવાનું જણાવ્યું હતું. 

(5:45 pm IST)