Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સુરતમાં જનની એકસપોર્ટમાં આવકવેરા વિભાગ દ્વારા બીજા દિવસે તપાસ યથાવત

બેંક લોકર્સ થોકબંધ સાહિત્‍ય જપી રાત્રે તપાસ પૂર્ણ થવાની શકયતા

રાજકોટ, તા.૨૯: સુરતની ટોળની ડાયમંડ પેઢી જનની એકસપોર્ટ  ઉપર ગઇ કાલે પડેલા આવકવેરા વિભાગના દરોડામાં બીજા દિવસે પણ તપાસ યથાવત રહેલ છે.

સુરત ઇન્‍કમ ટેકમ વિભાગની ડીડીઆઇ વિંગે કતારગામની જનની એકસપોર્ટ ડાયમંડ પેઢીના સુરત તથા મુંબઇના કુલ ૧૦ જેટલા ધંધાકીય-રહેણાંક સ્‍થળો પર સર્ચ ઓ પરેશનની કામગીરી ધરી છે.

સુરત ઇન્‍કમ ટેકસ વિભાગના ૪૦ અધિકારીઓની ટીમે જનની એકસપોર્ટના ૧૦ સ્‍થળો પરથી ડાયમંડ પેઢીના  સંચાલકના ૩ બેંક લોકર્સ સહિત કુલ રૂ.૫૦ લાખની કિમતની જવેલરી-રોકડ જપ્‍ત કરી છે. ઉપરાંત થોકબંધ સહિત્‍યના કબ્‍જે કયું હોય જાવવા માટે આયકર વિભાગ દ્વારા જનની એકસપોર્ટ પેઢીના ધંધાકીયા-રહેણાંક સ્‍થળો પરથી મળી આવેલા દસ્‍તાવેજોના વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરી સર્ચની કાર્યવાહી જારી રાખી છે.

 

(4:57 pm IST)