Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

એફઆરએઆઈ- ગુજરાતએ વેચાણ માટે પ્રોડકસની પસંદગી

નિયંત્રણો અને દુકાનની અંદરની જાહેરાતને નિયંત્રિત કરતા પ્રસ્તાવ વિશે ચિંતા વ્યકત કરી

અમદાવાઃ ફેડરેશન ઓફ રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એફઆરઆઈએ) દેશભરમાં ૪ કરોડ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ છુટક વ્યાપારીઓનું પ્રતિનિધિ સંગઠન છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના ૩૪ રિટેલ એસોસિએશન આ સંગઠનના સભ્ય છે. અમે દેશ ખૂબ ગરીબ વર્ગના હિતોની રક્ષા કરીએ છીએ અને તેમના મુદ્દાઓ ઉઠાવી છીએ, જેનાથી તેઓના રોજગારની તકો પર અસર થાય છે તથા અમે એવા લોકોની સહાયતા કરીએ છીએ જેઓ તેમની રજૂઆત કરવા માટે સક્ષમ નથી. અમે અસંગઠિતક્ષેત્રે રોજગારીને પ્રોત્સાહન મળે અને તેના સંરક્ષણને મદદ મળે તથા ભારતમાં ધંધા માટે સુગમતાવાળું વાતાવરણ ઉભું થાય તેવી નિતિઓ તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કરીએ છીએ છે.

એફઆરએઆઈએ આજે દૈનિક વપરાશમાં આવતી વિભિન્ન વસ્તુઓ જેવી કે બ્રેડ, બિસ્કીટ, જયુસ, સોફટ ડ્રિંક, વેફર્સ, પેક નાસ્તા, ઈંડા વગેરેનું વેચાણ કરતી દુકાનના વ્યાપારને સીમિત કરતા કે પ્રોડકટસના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતા અને દુકાન અંદર જાહેરાતને નિયંત્રિત કરતા પગલાઓ વિશે ચિંતા વ્યકત કરી છે. આ પગલાઓથી ગરીબ છુટક વેચાણ કરતા દુકાનદારોના વ્યવસાયને ગંભીર અસર થશે અને તેમના વ્યાપારની પડતરમાં અસહય વધારો થશે જેના પરિણામે તેમની આવક ઓછી થશે.

(4:17 pm IST)