Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બારીશો મેં ભીગના ગુજરે જમાને કી બાતે હો ગઇ, કપડો કી કીંમતે મસ્‍તીસે જ્‍યાદા હો ગઇ

છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ : વરસાદની ધબધબાટી જુલાઇ-ઓગષ્‍ટમાં જ

આ વર્ષે વાવણી લાયક વરસાદ થોડો મોડો છતાં સારા ચોમાસાની અસીમ આશા : આજ સુધીમાં રરપ પૈકી ૧૮૦ તાલુકાઓમાં વરસાદે હાજરી પુરાવી દીધી : ૪પ તાલુકાઓ હજુ સાવ કોરાધાકોડ

રાજકોટ, તા., ર૯:  જુન મહીનો પુરો થવા આડે માત્ર ૧ દિવસ રહયો હોવા છતા ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડુતોનો જીવ ઉંચા થઇ ગયા છે. જો કે સરકારી તંત્ર છેલ્લા ૩૦ વર્ષની પરંપરાનો હવાલો ટાંકી એવું કહે છે કે જુનમાં મોટા ભાગે માત્ર વરસાદની હાજરી રહેતી હોય છે. ચોમાસાની ખરી જમાવટ જુલાઇ-ઓગષ્‍ટમાં જ થતી હોય છે.

સરકારી સુત્રોના કહેવા મુજબ આ વર્ષે રાજયના રરપ તાલુકાઓ પૈકી ૧૮૦ જેટલા તાલુકાઓમાં જુનમાં વરસાદ પડી ગયો છે. ઘણા વિસ્‍તારોમાં વાવણી થઇ ગઇ છે. ૪પ જેટલા તાલુકાઓ કોરાધાકોડ છે. દર વર્ષે જુનમાં મેઘસવારી આવી જતી હોય છે પરંતુ છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ જોતા લગભગ તમામ વર્ષે વરસાદની ધબધબાટી જુલાઇ-ઓગષ્‍ટમાં જ થતી હોય છે. જળસંકટ ટળવાની દ્રષ્‍ટિએ પણ જુલાઇ-ઓગષ્‍ટ જ મહત્‍વના છે. આ વર્ષે હજુ સંતોષકારક વરસાદ થયો નથી કે કયારે થશે તેની કોઇ ચોક્કસ આગાહી નથી છતા જુલાઇ અને ઓગષ્‍ટમાં ખુબ સારો વરસાદ પડવાની આશા અકબંધ છે.

 

(4:07 pm IST)