Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

GSTના એક વર્ષ બાદ ગુજરાતમાં પાંચ સ્થળોએ ટ્રકની ચકાસણી : ભારે હાલાકી

ટ્રાન્સપોર્ટસ પરેશાન : ઇ-વે બીલ ફરજીયાતની કફોડી સ્થિતિ

અમદાવાદ તા. ૨૯ : ગુજરાત રાજ્યમાં જીએસટીના એક વર્ષ બાદ પણ ટ્રાન્સપોર્ટરોને હાલાકી યથાવત છે.

ટ્રાન્સપોર્ટર્સની સમસ્યાઓ હળવી કરી શકાય તે માટે એકવાર જે ટ્રક ચેક કરી લેવામાં આવી હોય તે ટ્રકને ફરીથી ચેક કરવા માટે ગુજરાતમાંને ગ ુજરાતમાં જ ન રોકવામાં આવે તે માટે તેમને ખાસ પ્રકારની કૂપન કે કાર્ડ આપવાની સિસ્ટમ દાખલ કરવાની માગણી ટ્રાન્સપોર્ટર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

ઇ-વે બિલ બનાવવામાં નાની અમથી ભૂલ થઈ હોય તો પણ ઇ-વે બિલને ઇનવેલિડ ગણાવીને માલ પરના ટેકસની રકમ તથા માલની કિંમતના ૫૦ ટકાની પેનલ્ટી લગાડવામાં આવી રહી છે.

જીએસટીના ઓનલાઈન કામકાજ કરનારાઓથી થઈ જતી નાની ભૂલ સુધારવા માટે કોઈ અવકાશ રાખવામાં આવ્યો ન હોવાથી વેપારીઓની હાલાકી વધી ગઈ છે. તેમની નાની ભૂલને કારણે આયાતકારોના અબજોના રિફંડ ખોરવાઈ ગયા છે. ભૂલ ઓનલાઈન ન સુધરે ત્યાં સુધી તેઓ ત્યારબાદના સમયગાળાના રિટર્ન પણ ફાઈલ કરી શકતા નથી. આ અવરોધ દૂર કરીને સિસ્ટમમાં સુધારો કરવાની માગણી વેપારી આલમ દ્વારા કરવામાં આવી રહી છે.

(4:04 pm IST)