Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વડોદરામાં એટીએમમાં રૂપિયા લોડ કરવા ગયેલી ટીમ પર હુમલો કરીને છ લાખનું લૂંટમાં વપરાયેલ બ્લેક કાર મળી

વડોદરાનાં મુક્તાનંદ ચારરસ્તા પાસે એચડીએફસીનાં એટીએમમાં રૂપિયા લોડ કરવા ગયેલી ટીમ ઉપર ગઈકાલે લૂંટારૂઓએ ચપ્પુથી હુમલો કર્યો હતો. આ લૂંટારૂ ટોળકી રૂપિયા 6 લાખની રકમ લૂંટીને ફરાર થઈ

ગઈ હતી. જે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. કારેલીબાગ પોલીસે ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી હતી. લૂંટારૂઓએ ઉપયોગમાં લીધેલી બ્લેક કલરની ફતેપુરા નજીકથી મળી આવી છે. પોલીસે કારનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)